સવારામ બાપુ ની વાણી
✍🏽તાલ : ચલતી: લાવણી✍🏽
બ્રંહ્મ વિલાસમાં ભય નથી
જમના જ્ઞાન ગંગામાં નીસદીન નાવો,
આઠે પહોર જેની રહે ખુમારી અલમસ્ત ફકીરુનો એ મેવો, ટેક
પતી પ્રેમ લગો પ્રિયા સે અમર જ્યોત આપે દીવો
પુજારી પરીબ્રંહ્મના ચરણામૃત પિયુ એ પાયો,
બ્રંહ્મ વિલાસમાં,
કપટ ચતુરાઈ કોરે મૂકી ને સદગુરુ શબ્દે ચિત દેવો
સદગુરૂ મુખાકમળ વચનામૃત શુધ્ધ રુદીયે સુણી લેવો, બ્રંહ્મ વિલાસમાં,
અકથ કથા કથે કોઈ સુરા
શબ્દ વીના સ્વર લખી લેવો, ઉત્પત્તિ પ્રલય અણ ઠેરાવે અખે મંડલમા ઓળખી લેવો, બ્રંહ્મ વિલાસમાં,
અમરલોકના મળે ઉપાસી સંદેશો એમને કેવો,
દાસ સવો કહે અહંમ પદ ત્યાગી અહોનિશ એ ઘરમાં રેવો, બ્રંહ્મ વિલાસમાં ભય નથી,
👏સંતના ચરણોમાં વંદન 👏