શું ખરેખર પૂર્વજન્મ જેવું કંઈ હોતું હશે?જો એના જેવું કંઈક હશે એટલે જ કોઈ ફિલસૂફે ખ્યાલ આપ્યો હશે ઋણાનુબંધ નો.આપણે કેટકેટલા ના ઋણી છીએ એ વિચાર્યું છે ક્યારેય? આખરે એવું ક્યું ઋણ બાકી રહી જતું હશે પૂર્વજન્મમાં કે તે ચૂકતુ કરવા આ જન્મમાં મનુષ્ય અવતાર મળતો હશે. એ ઋણ ચૂકવવા માટે કેટલાય લોકો સાથે કેટલા સંબંધ બંધાતા હોય છે. જેની પણ સાથે સંબંધ બંધાતા હશે તેની સાથે નક્કી કોઈ ઋણાનુબંધ નિમિત્ત રહ્યું હશે.