કોઈ પણ પુરુષના જીવન માં જયારે નિરાશા આવી જાય અને એને કોઈ જ રસ્તો ના દેખાય ત્યારે સૌથી વધુ જરૂરત એને એક સ્ત્રી ની પડે છે.. .....
ત્યારે એ એક સ્ત્રીની સાંત્વનાની ઝંખના કરતો હોય છે.. .....
પણ એના જીવન માં એ નિરાશા કોઈ સ્ત્રી ના કારણે જ આવી હોય તો એના મનની સ્થિતિ નો ક્યાસ કાઢવો બહુ મુશ્કેલ હોય છે......
એની તકલીફનો તાગ આપણે કોઈ દિવસ ના મેળવી શકીએ.........
એ શું મહેસૂસ કરે છે એ માત્ર એ સ્ત્રી જ સમજી સકે છે જે એને છોડી ને જતી રહી હોય......
શતરંજ ની રમત માં પણ એવું જ છે જયારે બાદશાહ દુશ્મનો નો થી ઘેરાયો હોય ત્યારે એને એક રાણી જ બચાવી શકે છે એમ જીવન માં પુરુષ જયારે ઘેરાય ત્યારે એક સ્ત્રી નું પડખું જ એ ઝંખતો હોય છે.......
અને સ્ત્રી માં પણ એવું જ હોય છે... જયારે એ કોઈ મુશીબત માં હોય કે કોઈ પણ પ્રકાર ની માનસિક સ્થિતિ માં હોય કે અસમંજસ હોય ત્યારે એ એક પુરુષ નો ખભો ઝંખતી હોય છે..
પછી એ પતિ હોય કે પ્રેમી હોય, ભાઈ હોય કે મિત્ર.