હરિત ઘાવો , દૂઝણા ત્યાં હોય છે,
મનની મલમી ભ્રમણા ત્યાં હોય છે.
જો રિસાયા દિલ્લગી મહીં કોઈ,
કારણો ત્યાંયે ,નમણાં હોય છે.
જોતરી મન ઈન્દ્રિયો ની સફર,
ભાવે ઝૂલતા, ઝૂલણાં હોય છે
છે અમિટ જો ભીતર પ્યારી છબી,
દિલ ઊપર ત્યાં છૂંદણાં'ય હોય છે
શબ્દ વેધી બાણો ,જ્યાં ચાલતા,
એક ઘા, ટૂકડા"ય ઘણા હોય છે.
છે અનામી માં પણ એક નામી,
નામ આનંદ હુલામણા હોય છે.
-મોહનભાઈ આનંદ