આઈનામાં કોઈ ,યુક્તિ હોય છે,
શબ્દોની અભિવ્યક્તિ હોય છે;
આકારો પ્હેલાં ઊઠે કંપન જ્યાં,
એ જ હકીકત , વ્યક્તિ હોય છે.
કર્તાપણું છે , ઋણ સ્વીકાર કરી,
ભોક્તાની જીવન ભુક્તિ હોય છે.
છે અનાસક્તિ જ અમૃતમય જો,
સાચી એ જીવન, મુક્તિ હોય છે.
આનંદ સહજ , પ્રેમ સ્વરૂપે પ્રગટ,
અંતઃકરણમાં જો, તુષ્ટિ હોય છે.
-મોહનભાઈ આનંદ