Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણે હંમેશા સામેની વ્યક્તિને આપણી અપેક્ષાઓ મુજબ જ સમજી શકીએ છીએ , નહીં કે એ વ્યક્તિ ખુદ જેવો છે તેવો.
કહેવાય છે કે સ્ત્રી ને સમજવી અઘરી છે પણ મારા ખ્યાલથી સ્ત્રી હોય કે પુરૂષ.. કોઈ ને સમજવા જ શા માટે જરૂરી છે.કોઈને સમજીને એને આપણે આપણી રુઢિવાદી સમજ ની સીમાઓ માં બાંધી લઈએ છીએ, જે તેમની સ્વતંત્રતા પર તરાપ મારવા જેવું છે, સાથે સાથે એ વ્યક્તિ પણ આપણી સીમા માં જ રહીને આપણી ધારણા કરતાં વિરુદ્ધ વર્તન કરતી નથી પછી ભલે તે વ્યક્તિ આપણું સારું ઇચ્છતી હોય.
તાઓ ધર્મ માં એક સારું વાક્ય છે જે કહે છે કે કોઈ પણ વ્યક્તિનુ તમારી સારી કે નરસી કોઈ પણ બાજું થી આંકલન ન કરો ત્યારે જ તે વ્યક્તિ તમને પુરેપુરી સમજાશે અને આજના સમયમાં પણ , પેલું વાક્ય 'Give me space' એ આ બાજુ નો જ ઈશારો કરે છે.
માટે કોઈ વ્યક્તિ ને બસ માણો , જાણવા માટે તો આપણી અપેક્ષાઓ અને ઈચ્છાઓ જ પુરતી છે.

Gujarati Thought by Jay Vora : 111668161
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now