Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નામ જેણે જાણ્યું,
એતો વેદ ચાર ભણ્યો,
પણ ભેદ જેણે જાણ્યો,
એતો ખરો તરત બન્યો.....
નામનો ભેદ જેણે જાણ્યો એવા કોઈક સંત વિરલા હોય.....
ત્યારે જીવણ સાહેબ કહે છે,
દેખંદા - દેખનારો,
નિરખંદા - નિરખનારો,
પરખંદા - પરખનારો.....
આ સરવેથી ન્યારો એવો સરવેનો દ્રષ્ટા સાક્ષી આપ સ્વયં પોતે.....
પિંડ બ્રહ્માંડથી ન્યારું મારાં સંતો ભાઈ,
નામ અલખ નીરવાણી રે હો...જી

પરા પચયન્તિ મધ્યમાં વૈખરી,
મન વાણીથી ન્યારું રે હો... જી
અલખનિરંજ નામ છે એવું,
બોલે બાવન બારું મારાં સંતો ભાઈ...
નામ અલખ નીરવાણી રે હો... જી

અગમ અગોચર નામ છે એવું,
વેદ વેદાંતથી પારૂ રે હો... જી
નેતિ નેતિ કરતાં નિગમ થાક્યા...
જપ તપ કર્મથી ન્યારું મારાં સંતો ભાઈ,
નામ અલખ નીરવાણી રે હો... જી

અધમ ઓધારણ નામ છે એવું,
ભવસાગર તરવાનું રે હો... જી
ગુરુ ગમ વિના આવે ના લક્ષમાં...
નીરખો સદગુરુ સાને મારાં સંતો ભાઈ,
નામ અલખ નીરવાણી રે હો...જી

નારદ થાક્યા શારદ થાક્યા,
થાક્યા શેષ મહેશ રે હો...જી
અખિલ બ્રહ્માંડમાં નામ સમોવડ...
મળે નહિ કોઈ દેવ મારાં સંતો ભાઈ,
નામ અલખ નીરવાણી રે હો...જી

કહે દાસ દીપક ગુરુ પ્રતાપે,
આતો જન્મ મરણથી ન્યારું રે હો...જી
ઉત્પત પરલય તેને નાહી,
નામ અખંડ અવિનાશી મારાં સંતો ભાઈ,
નામ અલખ નીરવાણી રે હો.. જી

Gujarati Religious by બાબા સત્સંગી : 111668083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now