શ્રી નિરાંત સ્વામી ની વાણી,
**********************
જે જે કરવું તે સર્વે કર્મ,
.............................
ભાવે તું ભજને મુખે રામ ,
એ છે દેહ ધર્મ નો ધર્મ,
બીજું સર્વે જીવની જાળ છે,
જે જે કરવું તે સહુ કર્મ,
ફોગટ નીર માથે શું થાય,
તત્વ તેમાં નહિ આવે હાથ,
અનેક મન ની વૃત્તિ મૂકીને,
એક જાલ ને તું દીનાનાથ,
સાંભળો ભાળ કહું ભગવાનની,
જેને વર્ણવે ચારે વેદ,
આત્મ વિશ્વાસ માં વ્યાપક એક છે,
એના બહુ થયા છે ભેદ,
સંતો સમજી લેજો સેન,
ચિનો બોલે આપો આપો આપમાં,
સાધન બીજુ જાણજો બાદલું,
જે જે કરવું તે સંતાપ,
સેવે જોગી જંગમ શેવડા,
વિપ્ર સન્યાસી દરવેશ,
આધને મજને જાણ્યો જુજવો,
ન્યારો રહ્યો ગુરુ નો દેશ,
સર્વે શાસ્ત્ર માંહી જોઈને કાઢ્યું,
તારી લીધું તત્વ કેવળ નામ,
નિરાંત નામ ને આશરે રહ્યો તે,
બેઠો ઠરી ઠામ ભાવે,