Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારામ સાહેબ ની વાણી
✍🏽🩸🩸🩸🩸✍🏽
મન ભાઇ થોડા ફાટો રે,
આગળ મોત કામ છે કાંઠો
ટેક,

ઠઠાબાજીનો ઠાઠ રચ્યો છે
અણદીઠી પહોર આઠો
ચિઠ્ઠી ઊતરશે રામાધણી ની તેદી નહીં ચડે તારો પાટો,મનભાઇ થોડા,

રાજા રંક કોઇ ને નવ મુંકે વરણ દશને આઠો,
ચારખાણને ચટ કરી લેશે જબરો છે કાળનો ઝપાટો
મનભાઇ થોડા,

સાત સાગર જેની ચોકીયુ કરતા ઠકરાઇ નો બહુ ઠાઠો,
એવો લાડડો હતો લંકાનો રાજ છોડીને નાઠો,
મનભાઇ થોડા,

પાંચ પચ્ચીસ ની પુંજી તમારી ડોળ વિનાની દાટો
હુંપતમા હરિ નામ ન સમરો પુન્ય માં પાઇ નવ ગાંઠ્યો, મનભાઇ થોડા ,

ઓખરીયુ મન અવળું ચાલે સત્ ધર્મે પગમાઠો મારુમારુ કરીને મુવો છે એજ વીંછી નો કાંટો,
મનભાઇ થોડા,

ધન દોલત માં ધુડ મળ્યો છું જેમ ડોબાને ચાઠો
દાસ સવો કહે સદગુરુ ચરણે કાઢીશ નહીં કંઈ લાટો, મનભાઇ થોડા ફાંટો
👏સંતના ચરણોમાં વંદન👏

Gujarati Religious by બાબા સત્સંગી : 111668073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now