જલ મય જીવન છે,ભાવે હરખી જવું,
રંગત રાખી વાદળ,દિલથી વરસી જવું .
ઘૂઘવી જ રહ્યો ભીતર જો વડવાનલ,
શબ્દોની લહેરો માંહી , વિખરી જવું .
ઝખ્મો તાજા ખોતરવાની જરૂર ક્યાં?
દુઃખ દર્દો સઘળું , મનથી વિસરી જવું .
ચેતન સદગુણ માં , જાગૃતિ પામીને
ઊંઘ ત્યાગી , સપનાઓ ખંખેરી જવું.
ભાવો ઊર્મિ , દિલદાર થઈ હળવે,
આનંદ મસ્તી ત્યાં માણી નિસરી જવું .
-મોહનભાઈ આનંદ