Gujarati Quote in Thank You by Tr.Anita Patel

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"જીવન નો જલસો"
-@nugami.
"તું મને છોડી ને તો નહિ જાય ને?"
આ વાક્ય બીજા ને પૂછવા કરતાં,
પોતાના જીવન ને પૂછવું જરૂરી છે,
કોઈ વ્યક્તિ આપણ ને છોડી ને જાય કે ના જાય એ એનો પ્રશ્ન છે.
પણ આપણું જીવન તો નક્કી આપણ ને એક દિવસ છોડીને જવાનું...
જીવન જાય એ પહેલાં એને મન ભરી ને જીવતાં રહીએ,
એક એક ક્ષણ ને જીવંત બનાવતા રહીએ,
હસતા રહીએ,
દરેક ક્ષણ જીવવા માટે ઈશ્વરનો પાડ માનતા રહીએ,
બીજા ને જરૂર પડ્યે મદદ કરતા રહીએ,
દુઃખને થપ્પો આપતાં રહીએ,
ને હર એક પળ ને આનંદની બાથ ભરતા રહીએ.
એ બધા લોકો નો દરરોજ આભાર માનતા રહીએ,
જેમણે આપણા મારગમાં તકલીફો ની ચાદર પાથરતાં રહ્યા,
જેના પર ચાલી ને આપણે પોતાની જાત ને મળતા થયાં,
તો આપણે આપણા મળેલા એ બીજા અવતાર ને જીવતાં રહીએ.....
જેવું કરો એવું ભરો ,બધા કહે છે....
તો આપણે સારા કર્મો નો વીમો લઈ ને,
જીવન ભર સંતોષનું પ્રીમિયમ ભરતા રહીએ.....
જે ક્ષણ જાય છે જીવનમાંથી,
એ ક્ષણ ને બીજા પાછળ રોઈને કે દુઃખી થઈ ને ના વેડફતા,
એ ક્ષણ ને થોડી પોતાની કરી પોતાના માટે જીવતાં રહીએ.....

"નક્કી છે મૃત્યુ,
તો એ આવે ,
એ પહેલાં જીવનને એક મોટો જલસો બનાવતા રહીએ....."
-@nugami.

Gujarati Thank You by Tr.Anita Patel : 111665647
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now