સવારામ બાપુ ની વાણી
✍🏽 તાલ: ચલતી✍🏽
અમરવેદ ના કોઈ ઉપાસી અમરવેદને પરખે પાંચે,
અવીગત અલખ લખા વીનાના કોરા કાગળ ને તે વાંચે, ટેક
વાંચે એની વિગત બતાવું જેની સુરતા ચડી શબ્દ સાથે પારસ પુરુષ વીના પત્ની ને અવર દુજે નહીં ભાસે, અમરવેદ,
એકાકાર આકાર વિનાનો પુર્ણાનંદ આવો પાસે નુર નીરંતર નજરું ની આગે સીધું મળી સાગર સાથે,
અમરવેદ ના,
વ્રણાવર્ણ નહીં પાર નહીં પોથી શ્રોતા વક્તા નહીં દાસી કે દાસે નીરાધાર નીરખો ને નિરંજન પ્રગટ ખેલ સહુની પાસે,
અમરવેદ ના,
મીન વીહંગનો માર્ગ બતાવી કોઈ સતગુરુ દાતા દેશે, દાસ સવો કહે ભવોભવ ભેળા જેમ ફુલ સુગંધ સાથે રે છે,
અમરવેદ ના કોઈ ઉપાસી
🍀🍀🍁🍁🍀🍀
સદગુરૂ ચરણમાં વંદન
👏👏🧎🏻🧎🏻👏👏