આઘાતમાં , કોઈ ઘાત હોય છે ,
દિલગીરી ની ,કોઈ વાત હોય છે .
રેલાવતી મૃદુલ , હાસ્ય લટકા માં,
પંચાતી પ્રેમી ની ,નાત હોય છે.
વાગોળતા રાત વિરહી કળી જ્યાં,
ઝાકળ ભરી જો, પ્રભાત હોય છે.
સંસ્પર્શ પામે છે હદય એવી નજર ,
શરમાળ લજામણી, જાત હોય છે,
ચૈતન્ય દરિયામાં, ડૂબી ગઈ પછી ,
આનંદ ની , લાયકાત હોય છે.
-મોહનભાઈ આનંદ