ઝાકળ ભીનાં, સ્મરણો જો સંચર્યા,
અડધી ખૂલતી, કળી માં જો મંતર્યા
ભોગે જોગે વિતરણ રાખી વૃત્તિ તણું
કર્મો ના લેખાંજોખાં માંહી જો ઉતર્યા.
સ્વાર્થ મહીં સબડે , સંકુચિત માનસ
ઘાવો ઊંડા અસલી, હ્દયે જો ખોતર્યા
સમજણ સાચી, માનવ છે માને જો
જીવન ભાવે, યાત્રા માં જો જોતર્યા.
આનંદ તો ક્યાંક છૂપાઈ જ ગયો છે,
સુખદુઃખ ન્યારા મનોરથ જો નોતર્યા.
-મોહનભાઈ આનંદ