#ચાતક ...✍
વિશ્વાસની કેડી...
અરે....
આજે તો કંઈક અલગ થયું....
શું થયું.... ???
આજે એવું થયું ,જે ક્યારેક ના થયું હોય એવું થયું...
કયારેય કઈ ના બોલનાર બોલી ગયું.....
ક્યારેય ના હસનારા આજે વાત વિના મલકાય ગયું.....
કોઈનો વિશ્વાસ નહીં કરનારને વિશ્વાસ કરવાનું મન થયું....
મનમાં ફરી વિશ્વાસ નામ નું પર્ણ ફૂટી ગયું....
જેમાં કોઈ એક દિવસે પાનખર હતી વરસની આ પાનખરમાં વસંત આવી એવું થયું....
આજે કોઈ પર વિશ્વાસ કરવાનું મન થયું....
આજે એ વિશ્વાસ નામના પર્ણને સાચવી લઉં એવું મન થયું...
પણ...ત્યાં તો મનમાં સવાલ ની વણઝાર નીકળી ગઈ કે આ શું?
વિશ્વાસ અરે....આ વિશ્વાસને શું નામ આપીશ ...?
ને મન તો જાણે વિચારે ચડી ગયું....
ત્યા તરત જ મન ને જવાબ આપવા દિલ તો થનગનાટ કરી ગયું....
ને દિલ નો જવાબ સાંભળીને જાણે મન બેચેન થઈ ગયું...
ને વિચારે ચડી ગયું ..
જાણો છો જવાબ દિલનો શું હશે ? જવાબ હતો એ દિલનો દિલથી કે સાંભળ મન આ વિશ્વાસ ના પર્ણનું નામ એકજ હોય એ છે દોસ્ત....
પણ જવાબ સાંભળીને મન તો જાણે હજી બેચેન રહ્યું...
મનના ખૂણામાં ક્યાંક વિશ્વાસ રૂપી પર્ણ ટુટવાનો ડર હતો , કે એ પર્ણને અનાસય એ ટૂટવું પડે તો વેદના તો એ પર્ણને જ થાય પર્ણને જ ખબર હોય કે ટૂટવાનું શું દર્દ થાય!!... વૃક્ષ ને તો બીજું પર્ણ મળે પણ પર્ણને બીજુ વૃક્ષના મળે . બસ આવી અનુભૂતિ થયા કરે છે . વિશ્વાસના નામ પર દોસ્ત!! મેં વર્ષો પછી ભરોસો કર્યો છે ખૂટે કે ટુટે નહીં તેનું ધ્યાન રાખજે. દોસ્ત!!!!!
Patel Nirupa 'ચાતક'