સંબંધ = સમ+ બંધ,
જ્યાં સંસાર ની માયાજાળ માં
જીવતા કોઈ પણ વ્યક્તિઓ વચ્ચે વ્યવહાર કુશળ સમતા હોય,
એકબીજામાં સમજણ હોય
ત્યાં ઉંમર ,દેશ ,સમય પરિસ્થિતિ
અનુસાર બાંધછોડ કરી સમતા
જાળવી સમન્વય કરીને , આત્મિય ભાવ કેળવાય તોજ સફળ રીતે
સામંજસ્ય સ્થપાય.
એટલે વ્યવસ્થા કુશળતા અને
ત્યાગની ભાવના સંબંધ ને ટકાવી રાખે છે.
બધાં માં ભગવાન છે,એવી ભાવના થી એકમેકની ભૂલો દરગુજર કરી સન્માનિત સંબંધ
સ્થાપી શકાય.
સમત્વ યોગ ગીતા મા લખ્યું છે
સમતા રાખો ચિત્ત માં શાંતિ ને આનંદ અનુભૂતિ થાય.
समत्वम योग उच्यते।।
-મોહનભાઈ આનંદ