Gujarati Quote in Blog by Patel Nirupa ચાતક

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચાતક ...✍

.....*ત્યાગ* .....


'ત્યાગ' સાથે વણાયેલું પાત્ર એટલે સ્ત્રી.
સ્ત્રી નું પાત્ર જ એવું છે જન્મે ત્યારથી 'ત્યાગ' સાથે જન્મે છે 'ત્યાગ' સાથે જ જન્મેલી સ્ત્રીની કૂખમાં જ દીકરી ને મારી નાખી ને લોકો તેનો 'ત્યાગ' કરે છે અને કદાચ અનાસય જો એ બચી જાય તો તે દીકરી સ્ત્રીરૂપમાં બધા માટે પોતાની ખુશનો 'ત્યાગ' કરે છે એટલે સ્ત્રી અને 'ત્યાગ' સાથે જીવી જાણે છે
તે એક ઘરે જન્મી બીજા ઘરે મૃત્યુ પામે છે જન્મ- મરણ બન્ને અલગ સ્થાન પર થાય છે તોય સ્વીકારે છે અને તેને જીવી જાણે છે કદાચ માટે 'ત્યાગ' શબ્દ સાંભળતા સ્ત્રીનું પાત્ર યાદ આવે છે તેના રૂપને 'ત્યાગ' આપી ને સંતાન ને જન્મ આપે છે પોતે રૂપ અને ત્યાગી પીડા ભૂલી અને સંતાન જન્મે તેની પાછળ તેના પિતાનું નામ આપી દેવું એ મહાન 'ત્યાગ' સ્ત્રી જ કરી શકે.
ચિત્રકાર, લેખક કે પછી અન્ય કોઈ હોય તે તેના કામ પછી નીચે પોતાનું નામ લખે છે એક સ્ત્રી જ છે જે પોતે પીડા સહન કરીને પોતાનું રૂપ 'ત્યાગ' કરી પોતાના સંતાન પાછળ પિતા નું નામ લખે છે આવી ત્યાગરૂપી મૂર્તિ એટલે સ્ત્રી ...
ત્યાગની અને બલિદાનની જીવતી-જાગતી મૂર્તિ હોય તે સ્ત્રી છે.
ભગવાન પણ આપણું કામ પૂરું કરવા દિવો અને પ્રાર્થનાની આશા રાખે છે તો આ તો મનુષ્ય અવતારમાં જન્મેલી દેવી છે થોડીક પ્રશંસાને સન્માન તો આપી શકાય
સ્ત્રીને માન આપો
સ્ત્રીનું સન્માન કરો
પથ્થર રૂપી દેવીની પૂજા કરી આ જીવતી-જાગતી 'ત્યાગ'ની દેવી નું અપમાન કરશો તો પથ્થર રૂપી દેવી પણ નાખુશ થશે માટે સ્ત્રીને માન આપો
Patel Nirupa 'ચાતક'

Gujarati Blog by Patel Nirupa ચાતક : 111661438
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now