Gujarati Quote in Blog by Ridj

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વસંત ના વ્હાલ સાથે શુભેચ્છા...

ભર વસંતે કોણ રાગી કોણ વૈરાગી હશે,
પ઼કૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે”....

પ્રકૃતિનું સૌથી રમણીય રૃપ જોવું હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવાનું શરૃ કરવું જોઇએ. સોળે કળાએ ખીલી ઉઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણી કરતી સૌને આકર્ષે છે. વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે નવપલ્લવિત થયેલું , ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઉઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ અને તેમાં પણ કોયલનું મધુર કુંજન મનને આનંદવિભોર બનાવે છે. વસંત ઋતુ એટલે દરેક રીતે સમાનતા. કેમકે, આ દિવસો દરમિયાન કડકડતી ઠંડી પડતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી. વસંત ઋતુ મનુષ્યને શીખવી જાય છે કે જીવનમાં વસંત ખીલવવી હોય તો સુખ, દુઃખ, હાર-જીત, યશ-અપયશ એમ દરેકમાં સમાન ભાવ રાખવો

Gujarati Blog by Ridj : 111661200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now