મનોહર દાસ રચીત પદ..
......................................
પ્રભુજી કેરો પાર માનવ શુ પાવે.
વાલોજી મારો મન બુધ્ધિ માં ન આવે.ટેક...
સંસારીયો પૂજા પાઠમાં ગોતે.
ધૂપને દીપ ધરાવે.
તેથી માનવ મન રાજી રહે.
પણ પ્રતીતિ નવ પાવે.ટેક...
અનેક માનવ કરમ કાંડમાં ગોતે.
તીરથને વ્રતમાં ઠેરાવે.
દ્રશ્ય દ્રસ્ટા દવેત ભાવ છે.
ઈ અદવેત ભાવે આવે.ટેક...
હરી ભજનમાં હરખે હાલે.
કીરતન ગાય તાલે તાલે.
મોટી માંગ લઈ મંદિર જાવે.
ઇતો કરમ કેરા ફળ પાવે.ટેક...
પ્રભુજી પૂરણ પ્રેમનો પ્યાસી.
પ્રેમીજન કોઈ પાવે.
મનોહરદાસ ગુરુ બાવદાસ ચરણે.
પ્રેમના પુષ્પ ધરાવે.ટેક...
.......................................
મનોહર દાસના જય ગુરુ મહારાજ.
સાહેબ બંદગી....