*સદગુરૂ આ એ શબ્દ છે. તેનુ વર્ણન કરી શકાય તેમ નથી.*
સદગુરૂને ઓળખવા માટે તો સર્વ પ્રથમ તમારે દેહ ગુરૂને ઓળખવા પડશે. જયાં સુધી દેહ ગુરૂને તમે ઓળખી નહી શકો. પારખી નહી શકો ત્યાં સુધી *તમે ભિતરના સદગુરૂને ઓળખી નહી શકો. કારણ કે હજુ આપણી પાત્રતા જ નથી. કે આપણે પેલા દેહ ગુરૂને પારખી શકીએ.* એટલે અધ્યાત્મ જગતમાં માનવને ઈશ્ર્વરથી ભ્રમિત તથાકથીઓ એ કર્યો એટલો બીજા કોઈ નથી કર્યો. *કદાચ આપણે દેહ ગુરૂ આપણી આસપાસ હોય છતા આપણે એને પારખવામાં ભુલ કરતા હોઇએ.* કારણ કે આપણી પાસે એ આંખ જ હોતી નથી. સો માંથી 95% તો આપણે એવાજ ગુરૂને પસંદ કરીશુ. જે આપણા માઇડ આપણા નક્કી કરેલા અધ્યાત્મની વિચારો. આપણી માન્યતા આપણી શ્રધ્ધા સાથે. કોમ્પ્બિનેશન. તાલમેલ બેઠતો હોય તેનેજ સ્વિકાર કરશુ. કે ગુરૂ તો આવા જ હોવા જોઈએ. તમે જે મનમાં ધારણાં વિચારો લઈ બેઠા છો. જો એવા મળે તો તમે એને તરત જ ગુરૂ કરી નાખશો. મુક્તિ અને મોક્ષની જન્મ મરણના ફેરા મટાડવા એ વાત પ્રથમ હોય છે. પણ તમારા ધારણા મુજબ નિકળે તો મુક્તિ.. મોક્ષ..જન્મ મરણના ફેરા. એ બીજા નંબરની વાત આવી જાય છે. અથવા તમારી ધારણા. તમારી તમામ માન્યતા તોડવાની કોશીષ જે ગુરૂ કરશે. તો તમે એનો ત્યાગ કરશો. કારણ કે તમારા અહંકારને ઠેસ પહોંચાડી છે. ગુરૂ તો પોતે પણ તમામ માન્યતા. ધારણાથી પર હોય છે. તેજ તમને પર કરાવી શકે છે. *જયાં સુધી આપણી ભૌતિક આંખ જ છે. ત્યાં સુધી તમે નજરે નિહાળીને પણ પારખી નથી શકતા.*
🙏🙏🌹👏👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ