ગહેરી વાત જો ,મન ગહન હોય છે
ત્યાં સાચુકલી દશામાં મનન હોય છે
હયાતી જો મટે , પરપોટો ત્યાં ફૂટી,
ત્યાં દરિયા દિલ તણાં જો દર્શન હોય છે
સમયસર જો વિચારો માં ય ચેતના,
રુઠે છે કાળ જો ત્યાં કફન હોય છે
બધું બદલાય છે, ઝપકે પલક મહીં,
દશા જો દિલ ,ખરેખર હનન હોય છે.
ઉપરથી જો ખબર , ક્યાંયે છે જો પડી?
સદા જીવન અહીં આનંદ ચમન હોય છે
-મોહનભાઈ આનંદ