Gujarati Quote in Religious by HARSHIDA

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈશ્વર ને મેં પૂછ્યું :
પ્રભુ, હું કેમ જાણું કે તું મારી સાથે છે ?

ઈશ્વરે કહ્યું;

હું એ હવા ની લહેરખી છું જે તારા વાળ ને મોં પર લાવે છે,

હું એ સાગર છું જેની ઉછળતી લહેરો થી તારુ અંત:કરણ આનંદિત થાય છે,

હું એ સૂર્ય છું જેના વિના જીવન સંભવ નથી,

હું એ વરસાદ છું જેના સ્પર્શ થી તું નાચી ઉઠે છે,

હું એ સુગંધ છું જે ફૂલો માં રહે છે અને એ ફૂલ પણ હું જ છું,

હું એ પવન છું જે ભીની માટીની સુગંધ ને વાતાવરણ માં રેલાવે છે,

હું તારા વિચારો નીં શરુઆત છું અને અંત પણ હું જ છું,

નાના લોકો માટે તું જે સ્નેહભાવ રાખે છે ત્યાં પણ હું જ છું,

હું ભૂખ્યો હતો, તરસ્યો હતો, જરૂરિયાત માં હતો ત્યારે અને તે મને ખવડાવ્યુ, ઠંડુ પાણી પાયું અને મારી મદદ કરી એ જુદા જુદા સ્વરૂપે હું જ હતો,

તારી અગત્યની ક્ષણો માં તારા માઈન્ડ માં સ્પાર્ક થાય છે તે પણ હું જ છું,

હું તારા અસ્તિત્વ નું અભિમાન છું, તારા નિર્ણયો માં હું છું,

હું તારા અસ્તિત્વ નોં એક હિસ્સો છું જે વર્ષો થી તારી સાથે છે.

હું તારા જીવન નું ઈંધણ છું, તારા દરેક સારાનરસા કાર્ય મા હું છું,

તારી દરેક પ્રાર્થના , સેમિનાર, મેળાવડા, વિચાર, મેડિટેશન, ગીત, શબ્દ, પ્રેઝન્ટેશન, ડેમોસ્ટ્રેશન વગેરે દ્વારા હું જ પ્રગટ થઉ છું અને તારી દરેક પ્રવૃત્તિ મને તારી સાથે જોડે છે.

- હર્ષિદા

Gujarati Religious by HARSHIDA : 111654704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now