આજ નો સુવિચાર
======================
બુધ્ધિ એ નિશ્ચય કરવાની શક્તિ છે. નિર્મળ ચૈતન્યમય ચેતના નો પ્રવાહ છે,જેને આપણે તર્ક શક્તિ પણ કહીએ છીએ.
બુધ્ધિ સત્વ રજસ અને તમસ ગુણો ના સંગથી એ પ્રકારે સાત્વિક સુખદાયી, રાજસિક કર્મપ્રદાતા અને તામસિક આળસ અજ્ઞાન વાળી છે.
બુધ્ધિ સત્વથી પ્રકાશિત થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરમાત્માની દિવ્યતાનુ પરોક્ષ જ્ઞાન આપે છે.
પરંતુ અપરોક્ષ અનુભૂતિ આપી શકે નહીં.
બુધ્ધિ ને મર્યાદા છે. બુધ્ધિ નું પોષણ અન્નથી થાય છે. માટે બુધ્ધિ નો સદ ઉપયોગ કરી જીવન મંગળમય બનાવવું જોઈએ.
-મોહનભાઈ આનંદ