સરકારે ખાનગી ટેલિવિઝન ચેનલોને ઓનલાઇન ગેમિંગ અને ફેન્ટેસી સ્પોર્ટ્સ અંગે A S C I ની માર્ગદર્શિકાને અનુસરવા કહ્યું છે
માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરીને તમામ ખાનગી ટેલિવિઝન બ્રોડકાસ્ટર્સને કહ્યું કે ઓનલાઇન ગેમિંગ, ફેન્ટેસી સ્પોર્ટ્સ ને સંબંધિત જાહેરાતો દર્શાવતી વખતે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એ એસ સી આઈ) દ્વારા જાહેર કરેલ માર્ગદર્શિકાનું પાલન કરવાનું કહ્યું છે. મંત્રાલયે વધુમાં એ સલાહ પણ આપી છે કે, આ જાહેરાતો કાયદા દ્વારા અથવા કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતી ન હોવી જોઈએ.
આ એડવાઈઝરી માં જણાવાયું છે કે, "માહિતી અને પ્રસારણ મંત્રાલયના ધ્યાન પર એ આવ્યું છે કે ઓનલાઇન ગેમિંગ, ફેન્ટેસી સ્પોર્ટ્સ વગેરે ને લગતી જાહેરાતો મોટી સંખ્યામાં ટેલિવિઝન પર દેખાઈ રહી છે. ચિંતા ની વાત એ છે કે મોટાભાગની જાહેરાતો ગેરમાર્ગે દોરનારી છે . કેમ કે, તેમાં ગ્રાહકો સાથે સંકળાયેલા નાણાકીય અને અન્ય જોખમોને યોગ્ય રીતે અભિવ્યક્ત કરવામાં આવતા નથી,પરિણામે તેઓ કેબલ ટેલિવિઝન નેટવર્ક (રેગ્યુલેશન) એક્ટ, 1995 અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019 હેઠળ સૂચવેલ એડવર્ટાઇઝિંગ કોડનું કડક રીતે પાલન નથી થઈ રહયું.
આ એડવાઈઝરી ને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજીત પરામર્શ બેઠક બાદ જારી કરવામાં આવી છે, જેમાં ગ્રાહક બાબતોના મંત્રાલય, એ એસ સી આઈ, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન, ભારતીય બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન, ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન, ફેડરેશન ઓફ ઇન્ડિયન ફેન્ટેસી સ્પોર્ટ્સ અને ઓનલાઇન રમ્મી ફેડરેશનના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો.
A S C I ની નવી માર્ગદર્શિકા મુજબ, 15/12/2020 થી આવી દરેક ગેમિંગ જાહેરાત સાથે હવેથી ચેતવણી ફરજીયાત પણે આપવી જોઈએ: જેમકે "આવી રમતમાં નાણાકીય જોખમ છે અને તે વ્યસન માં રૂપાંતરિત થઈ શકે છે. કૃપા કરીને તેને જવાબદારીપૂર્વક અને તમારા પોતાના જોખમ સાથે રમવી જોઈએ ." . આવા ડિસ્ક્લેમરને જાહેરાતમાં ઓછામાં ઓછી 20 ટકા જગ્યા ફરજીયાત આપવી જોઈએ.આ માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જુગારની જાહેરાતો માં 18 વર્ષથી ઓછી વયના વપરાશકર્તાઓને "વાસ્તવિક નાણાં જીતતા અને ઓનલાઇન ગેમિંગ રમતા બતાવી શકાતા નથી” અથવા આવા 18 વર્ષથી ઓછી વયના વપરાશકર્તાઓ રમતો રમી શકે છે, તેવું સૂચન પણ કરી શકતા નથી, સાથે આ જાહેરાતોમાં એવું પણ સૂચવવું જોઈએ નહીં કે "ઓનલાઇન ગેમિંગ રોજગાર વિકલ્પ તરીકે આવક મેળવવાની તક આપે છે" અને સાથેજ ઓનલાઇન રમત રમનાર વ્યક્તિને અન્ય કરતા વધુ સફળ તરીકે દર્શાવવું જોઈએ નહીં.
એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એ એસ સી આઈ) ની સ્થાપના 1985 માં કરવામાં આવી હતી, જે ભારતમાં જાહેરાત ઉદ્યોગની મુંબઈ સ્થિત સ્વ-નિયમનકારી સ્વૈચ્છિક સંસ્થા છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનું છે કે જાહેરાતો તેના સ્વ-નિયમનના કોડને અનુરૂપ છે કે નહીં . કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 હેઠળ, ટેલિવિઝન નેટવર્ક માટે એ એસ સી આઈ દ્વારા સૂચવવામાં આવેલા જાહેરાત કોડનું પાલન કરવું ફરજિયાત છે.