Gujarati Quote in Blog by Jenice Turner

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*- કૃષ્ણકાંત ઉનડકટ નો સુંદર લેખ*
🌹
*ગંભીર બીમારીઓની સારવાર કરનાર એક ડૉક્ટર હતા.*
💎
*બહુ જ હોશિયાર.*
🌹
*ડૉક્ટર વિશે એવું કહેવાતું કે, એ તો મૃત્યુની નજીક પહોંચી ગયેલા માણસોને પાછા લઈ આવે છે!*
🌹
*ડૉક્ટર પાસે જે દર્દી આવે, તેની પાસે એક ફોર્મ ભરાવે. રુગ્ણને પૂછે કે, તમે આ ફોર્મમાં લખો કે, જો તમે બચી જશો તો તમે કેવી રીતે જીવશો?*
💎
*જિવનમાં જે બાકી રહી ગયું છે, એ શું છે?*
🌹
*દરેક દર્દી પોતાના દિલની વાત લખતો!*
💎
*હું બચી જઈશ તો મારા પરિવાર સાથે પૂરતો સમય વિતાવીશ!*
🌹
*મારા દીકરા અને દીકરીનાં સંતાનો સાથે પેટ ભરીને રમીશ!*
💎
*કોઈએ પોતાનો ફરવા જવાનો શોખ પૂરો કરવાની વાત કરી, તો કોઈએ એમ પણ કહ્યું કે, મારાથી જે લોકોને ગ્લાનિ કૈ દુઃખ થયું છે, એની પાસે જઈને માફી માગી લઈશ!*
🌹
*એક દર્દીએ કહ્યું કે, હસવાનું થોડુંક વધારી દઈશ!*
💎
*જાતજાતની વાતો જાણવા મળી!*
🌹
*જિંદગી સામે કોઈ ફરિયાદ નહીં કરું. પોતાને દોષ આપી ન શકાય (ગિલ્ટી ન થાય) એવું કામ કરીશ!*
💎
*ડૉક્ટર ઓપરેશન કરે. દર્દી રજા લઈને જાય ત્યારે ડૉક્ટર એ જ ફોર્મ દર્દીને પાછું આપે!*
🌹
*દર્દીને કહે કે, પાછા બતાવવા આવો ત્યારે આ ફોર્મમાં તમે જે લખ્યું છે, એના પર ટિક માર્ક કરતાં આવજો, અને કહેજો કે તમે લખ્યું હતું એ રીતે કેટલું જીવ્યા ?*
💎
*ડૉક્ટરે કહ્યું કે, એકેય માણસે એવું નહોતું લખ્યું કે, જો હું બચી જઈશ તો મારે જે વેર વાળવું છે એ વેર વાળી લઈશ!*
🌹
*મારા દુશ્મનને ખતમ કરી નાખીશ.*
💎
*હું રૂપિયા વધારે કમાઈશ.*

*મારી જાતને વધુ બિઝી રાખીશ.*
🌹
*દરેકનો જીવવાનો નજરિયો જુદો જ હતો.*
💎
*ડૉક્ટરે સવાલ કર્યો કે, તમે સાજા હતા ત્યારે તમને આ રીતે જીવતા કોણ રોકતું હતું ?*
🌹
*હજુ ક્યાં મોડું થયું છે?*
💎
*બે ઘડી વિચાર કરો કે, તમારી જિંદગીમાં એવું જીવવાનું કેટલું બાકી છે, જેવું જીવવાનું તમે ઇચ્છો છો?*
🌹
*બસ, એ રીતે જીવવાનું શરૂ કરી દો.*
💎
*સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય!*
🌹
*એવું ન લાગે કે, હું મારી જિંદગી મને ગમે એમ જીવ્યો નથી !*🌸

Gujarati Blog by Jenice Turner : 111648331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now