સાવ વેરાન છે આ મન મારુ,
હવે, શુ કરુ કોઈને મનમાં વસાવીને!
નયનો બિછાવ્યા આગમને એના રાહ જોઈને,
હવે, શુ કરુ રાહ પર ફૂલો સજાવીને!
હૃદયના જોડેલા તાર તો તૂટી ગયા,
હવે, શુ કરુ તૂટેલી સિતાર બજાવીને!
જેના પર અમારા આંસુઓની અસર ના થઈ,
હવે, શુ કરુ શબ્દોથી ગઝલ રચાવીને!