જન હિતાય - જન સુખાય “🙏
કોરોનાનો બ્રિટનથી શરૂ થએલો બીજો અને ત્રીજો સ્ટ્રેઇન કોરોના વાયરસને વધુ ખતરનાક સ્તરે લઇ ગયો છે.રસી લોકો સુધી પહોંચી રહી છે;પણ તે કોરોનાનો રામબાણ ઇલાજ નથી. તે તમને મર્યાદિત સમય સુધી સુરક્ષિત રાખી શકશે; પરન્તુ તમારે માટે કાયમી ઇલાજ નથી જ નથી.હજી આગામી વર્ષો માસ્ક પહેરીને, હાથ સાબુ,-સેનેટાઇઝર-થી ૩૦ સેકન્ડ -અર્ધી મિનીટ - જેટલા સમય સુધી ધોઇને અન્યો સાથે ઓછામાં ઓછા ૬ (છ) ફુટનું અંતર રાખીને યોગ, પ્રાણાયામ, કુદરતી ઉપચારો સાથેની જીવનશૈલી સાથે આપણે સૌએ રહેવાનું છે. હજી પણ અનેક લોકો અમરપટ્ટો લખાવીને આવ્યા હોય તેવી રીતે વર્તી રહ્યા છે. સરકારો કામગીરી કરશે, વેક્સીન ઉપચાર કરી દેશે તેવી દ્ઢ માન્યતા કરી રહ્યા છે; પરન્તુ તમારે જ તમારી જાતને આ મહામારીથી બચાવીને રાખવાની છે. સાથો સાથ તમારે જ તમારા સ્વજનો, પરિવારો,પરિચીતો,આડોશી- પાડોશીનું પણ ધ્યાન રાખીને સલામતિપુર્વક જીવન જીવવાનું છે. કોરોનાની મહામારીને સીધી સાદી માની લેવાની જરૂર નથી.’ભગવાન’બચાવશે તેવી શ્રદ્ધા પણ રાખવાની જરૂર નથી. એ ‘ભગવાન’નાં મંદિરોએ પણ દરવાજા બંધ રાખીને પૂરાઇ રહેવાની પરિસ્થિતિ આપણે નિહાળી રહ્યા છીએ.આય્મબળ, અને જાત સાથેની અપાર શ્રદ્ધા જ આ મહામારીને પાર કરાવી શકશે. (૫૦ વર્ષથી વધુ ઉંમરવાળા) સોએ કાળજી રાખવી રહી.ડાયાબિટીસ, હૃદયરોગ, કીડની,પેનક્રીયાસ , ફેફસાંને લગતી કોઇપણ તકલીફ હોય તે સહુએ સૌથી વધુ કાળજી રાખવાની છે.જાત સાથે લેશમાત્ર બેજવાબદાર ન રહેવા ખાસ તાકીદ છે. સાથે જ મન પ્રફુલ્લિત રાખો, મનગમતી પ્રવૃત્તિ, ઘરગથ્થું રમતો, ચેસ,કેરમ, ચોપાટ સાથે ઘરનાં સોને પ્રવૃત રાખો. રસોઇ પર પણ હાથ અજમાવી વિવિધ વ્યંજનો બનાવી શકો.વરસોથી સાફસૂફી ન થયેલા ઘર, ઑફીસને નવેસરથી સાફસૂથરા કરી સતાવી શકો છો.
( દેશ અને દુનિયા - કૌશિક અમીનના ‘ગુજરાત દર્પણ’ જાન્યુઆરી ૨૦૨૧ ના લેખમાંથી સાભાર)