ગંગાસતીની વાણી...૨૪
🍁🍁🍁🍁🍁🍁🍁
અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહિ ને
ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં ને
માથે સદગુરુજી નો હાથ રે
અભ્યાસ...
ભાઈ રે !
તીરથ વ્રત પછી કરવા નહિ ને
ન કરવા ખોટા કરમ રે
એવી ખટપટ છોડી દેવી ને
જ્યારે જણાય માયલો મર્મ રે
અભ્યાસ...
ભાઈ રે !
હરિમય જ્યારે જગત જાણ્યું ને
ત્યારે પ્રપંચથી રહેવું દૂર રે
મોહ સઘળો પછી છોડી દેવો ને
હરિ ભાળવા ભરપૂર રે
અભ્યાસ....
ભાઈ રે !
મેળો મનડપ કરવા નહિ ને
ઇ છે અધુરીયા ના કામ રે
ગંગા રે સતિ એમ બોલિયાં રે
ભાળવા હોય પરીપુરણ રામ રે
અભ્યાસ...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻