શબ્દ સાથે ભાવ ઊર્મિ જોડાય છે, પોતાના હોય ત્યાં ત્યાગ અનેનિ: સ્વાર્થ જોડાય છે,.સંસાર માં તારું મારું એ દુન્યવી મર્યાદા વ્યવહાર છે.
તું અને તારું માં ઈશ્વરીય પ્રાકૃતિક સૌંદર્ય છે, એ આધ્યાત્મ છે.આમ, મન જે જે ભાવ માં જોડાય તેવી વૃતિ અને વિચારો નું નિર્માણ થાય અને આચરણમાં આવે.
તેથી બુધ્ધિમાન પુરુષ સતત સાક્ષી ભાવ રાખી અમૃતમય સ્પંદનો માં આનંદ પુર્ણ , જીવન જીવી જાય છે . માટે જ
કહ્યું છે" જેવો ભાવ તેવી સિધ્ધિ',માનવ શરીર પંચમહાભૂત તત્વો અને ગુણો નું ઉત્તમ સંયોજન છે. ઇશ્વરે માનવ ને અંત:કરણ આપ્યું છે. મન , બુધ્ધિ ચિત્ત અને અહં .) મન વિચાર ,બુધ્ધિ નિર્ણય, ચિત્ત સંસ્કાર અને અહંએ જિજિવષા નું પ્રમાણ છે.
તમે સ્વતંત્ર છો. મન દ્વારા બંધન માં રહો કે મુક્ત થાવ.
કર્મ જ પ્રધાન છે, પછી સકામ - નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિ માં કરવા એ તમારા હાથમાં છે.
કર્મ અને કર્તા ભાવ છૂટતો નથી. માટે પુનરાવર્તન થાય છે.
કોઈ વિરલા જ ત્યાગી હોય છે. જે સંસાર નો મન થીત્યાગ કરી મન જીતી, આત્મા નો આનંદ પ્રાપ્ત કરી ને, અપરોક્ષ અનુભૂતિ કરી માનવ જીવન સફળ બનાવે છે.