#હાઈકુ
જે અસ્તિત્વ ની
ઓળખ ઊભી કરે
તે છે વ્યક્તિત્વ
જે વ્યક્તિત્વ ની
વય વધારી આપે
તે છે અસ્તિત્વ
જે અસ્તિત્વ ને
વ્યક્તિત્વ સાથે જોડે
તે પ્રેમ તત્વ
જે ઊપરોક્ત
ત્રણેય ને મેળવે
તે ભક્તિ તત્વ
ભક્તિ વગર પણ પ્રેમ તો થાય, પણ તેમાં કપટ કે કૂટનીતિ ની કુશંકા હોય છે. ભક્તિ તમે ઈચ્છો તો પણ તમને એવું કરવા નહીં દે. ભક્તિ માટેની શક્તિ સ્વયં શંકર આપે છે.
તેમના માં શ્રધ્ધા રાખો. એ ત્યારે પણ હતા, જ્યારે તમે ન હતા. એ ત્યારે પણ છે, જ્યારે તમે છો. એ ત્યારે પણ હશે, જ્યારે તમે નહીં હોય.
- Parthesh Nanavaty