દાસીજીવણ સાહેબની વાણી...૫૦
🌥️🌥️🌥️🌥️🌥️🌥️🌥️
અજો ગગનથી લહેરુ આવે,ઝર ઝર નૈણા અમર ઝરે રે
ઝીણા ઝીણા મોતીડાં વરસે, ધ્યાન અખંડી જો ધરે
મરજીવા નર ચડે મેદાને,વીણી મોતી સોઈ વળે રે
પારસમણિ ના એજ પારખાં નીપજ આવે ખૂબ ખળે રે
ઓહમ સોહમ કી ઝલમલ જ્યોતિ,ચાંદો સૂરજ માંઇ દિપક ઝરે રે
પુરવી ગંગા પછમ પ્રકાશી,ગગન ગુફામે ગવન કરે રે
ત્રિકુટી મોહોલમે કર લે તકિયા,સુખમન સાધે અરથ સરે રે
દાસીજીવણ સત ભીમના ચરણા,કિંમતવાળા દેશ કળે રે
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻