# " પરિતૃપ્તિ "
આજે એવું લાગી
રહ્યું છે કે
હું જિંદગી પરિતૃપ્તિ ની
સીમા પર પહોંચી ગઈ છે!
હવે કોઈ કામના, ઈચ્છા કે
કોઈ સ્વપ્ન બાકી નથી રહ્યા!
પરિતૃપ્તિ બધાને કયાં થાય છે?
મને થઈ ગઈ છે!
કાલે મોત આવે તો મને પણ મને
કોઈજ હરખ અફસોસ નથી!
પરિતૃપ્ત છું, ખુશખુશાલ છું
મારી જિંદગીની કવિતા, પૂજા,ભક્તિ
અને દર્શન સંગ!
પરિતૃપ્તિ પછી મળે તે જિંદગીને
બોનસ કહેવાય ને?
તો પછી મરજી મુજબનું કશી રોકટોક
વગર જીવવું છે બસ!
આમ પણ " અનિલ " એટલે " પવન "
તેને કોઈ બાંધી શક્યું છે!?
છતાં બંધાય ગયો હતો!
હવે તો ફક્ત જીવો અને
જીવવા દો!!
અનિલ ભટ્ટ