વિચારોને ક્યાં આરામ હોય છે?
ને યાદોને ક્યાં વિશ્રામ હોય છે?
વિચારોમાં કરે કોશિશ ભૂલવાની,
પણ, યાદોમાં તો કોહરામ હોય છે;
વિચારોમાં હોય છે ગમો અણગમો,
પરંતુ યાદો તો અભિરામ હોય છે;
વિચારો હોઇ શકે અનામ પરંતુ,
યાદો તો સદા અર્ધવિરામ હોય છે;
વિચારો કરી શકે ખત્મ સબંધ પણ,
યાદો માં ક્યાં પૂર્ણવિરામ હોય છે?
...✍️ વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)