દાસીજીવણ સાહેબની વાણી...૩૮
🍁🍁🍁🍁🍁🍁🍁
સાયાજી ને મળવા હાલો ને જાયે શૂન્યમાં
સર્વે સહેલીઓ પહેરી લ્યોને ભગવો ભેખ
સાયાજી ને કેજો રે આટલી મારી વિનતી
પીયૂજીને કે'જો રે દાસી તણો સંદેશ રે હાં
વીતી હોય તે જાણે પરવીતી શુ જાણે પ્રીત
કુંવારી શુ જાણે પિયુ રે તણો વિયોગ રે હાં
સાયાજી ને....
જઈને કેજો રે દાસી તણો રે સંદેશ
દાસી છઉ તમારી દર્શન કારણ દુબળી
આ દાસીને દર્શને દ્યો હંમેંશ રે હા...
ભીમ ગુરુ ચરણે દાસીજીવણ બોલ્યા
દેજો અમને સંત ચરણોમાં વાસ રે હા
સાયાજીને મળવા હાલો જાયે શૂન્યમાં
સાયાજીને....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻