મનુષ્ય ની માફક જન્મભૂમી ના ભેદ થી અશ્વો પણ ભીન્ન ભીન્ન નામ થી પ્રસિદ્ધ છે !
જે દેશમાં ઉત્પન્ન થાય છે તે દેશ નું નામ આપવામાં આવે છે , જેમકે ” અરબી” , ” દક્ષિણી ” ઇત્યાદિ ..!
અરબ દેશમાં ઉત્પન્ન થવાથી અરબી કહેવાય છે તેના બાર ક્ષેત્ર પ્રસિદ્ધ છે ..!
1 – નજદી 2- ખેલાન 3 -અનીજા 4 – બદ્ધ 5 – એરાકી 6 – ગલ્ફ 7 – સિકલાવી 8 – મેફાકી 9 – સાવી 10 – ત્રેદી 11 – મનાકી 12 – સાહુદી
અસલ અરબી હિન્દુંસ્તાન માં બહું થોડા આવે છે , ધણાં ભાગે ઇરાની અને અરબી એ બન્ને થી મીશ્રીત વર્ણશંકર અશ્ર્વો હિન્દુંસ્તાન માં આવે છે કારણ કે અસલ અરબી ઉક્ત સ્થળે આવ્યા બાદ ઘણે ભાગે થોડા જીવે છે ..!
અરબી ના વંશમાં ઇરાની , કાબુલી, અને બાર્વ પણ ગણાય છે , ઇરાની અશ્વ ઘણાં સારાં હોય છે અને તે ઇરાન માં ઉત્પન્ન થાય છે , કાબુલ થી પણ સોદાગર લોકો કાબુલી અશ્ર્વ ને વેંચવા લાવે છે ..!
પ્રાચીન સમય થી અરબ, ઇરાન, અને કાબુલ થી અશ્ર્વ ની સોદાગરી ચાલી આવે છે ..!
ભારત માં અશ્ર્વો ના પણ અનેક ક્ષેત્ર અને નામ છે , કાઠીયાવાડ થી કાઠીયાવાડી અશ્વો આવે તે અગીયાર પ્રકાર ના હોય છે ..!
1 – બાદરીયા 2 – માળકિયા 3 – માંગલીયા 4 – તાજળિયા 5 – રેડિયા 6 – લખમિયા 7 – રેશમિયાં 8 – કેશરિયા 9 – હરળિયા 10 – બોદલિયા 11 – મોટરિયા
મારવાડ થી મારવાડી અશ્ર્વો આવે છે અને તેના ચાર ક્ષેત્ર પ્રસિદ્ધ છે
1 – ગડહા 2 – રાજઘડા 3 – બાલોબડા 4 – તલવાડા
દક્ષિણ માંથી જે અશ્ર્વો આવે છે તે દક્ષિણી કહેવાય છે પરંતુ તે વર્ણશંકર અર્થાત્ અરબી અને કાઠીયાવાડી એ બેનો મિલાપ થયેલાં હોય છે તેમાં ” ભીમરા ” , ” મકુન્દાસી ” , છન્દાસી , અને ” નાગપૂરી ” એ ચાર ઉતમ ક્ષેત્ર ના ગણાય છે ..!
સિંન્ધ દેશ ના અશ્ર્વો
” સિંન્ધી ” કહેવાય છે , પંજાબ ના અશ્ર્વો પંજાબી કહેવાય છે , પરંતુ સિંન્ધી અને પંજાબી બન્ને વર્ણશંકર હોય છે કારણકે તેવો ઇરાની અને હિંન્દુસ્તાની અશ્ર્વ થી ઉત્પન્ન થાય છે, તેના પણ ચાર ક્ષેત્ર છે ..!
1 – ધન્ની 2 – ઘેપ 3 – સાયબૂ અને 4 – ભઢંડા