બે ગણિતના શિક્ષક વચ્ચે ઝઘડો થયો..
સુથાર સાહેબ અને મહેતા સાહેબ ઝઘડ્યા...
સુથાર સાહેબે મહેતા સાહેબ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન લખાવી..કે
"મહેતા સાહેબે મને ત્રણ કિલો નાં વજનીયાં થી માર્યો.."
પોલીસ ઈન્સ્પેકટર પરેશાન થઈ ગયા..
સુથાર સાહેબને પૂછ્યું કે,
"કંઈક ભૂલ તો નથી થતીને તમારી...."
"વજનિયું ૧ કિલોનું હોય.. ૨ કિલોનું હોય.. ૫ કિલોનું જોયું છે, પણ આ ૩ કિલોનું વજનિયુ..? આવ્યું ક્યાંથી..?"
એટલે સુથાર સાહેબે ઈન્સ્પેકટર ને સમજાવ્યું કે..
*"પહેલાં મેં મહેતા સાહેબ ને બે કિલોનાં વજનીયાથી માર્યું.. એટલે એમણે મને વળતું પાંચ કિલોનું વજનિયુ ઠોકયું.. ૨ કિલો બાદ કરીને બચેલા ૩ કિલોની જ કમ્પ્લેન લખાવવી છે..!! *🤔