સુવિચાર
===========================
વિચારવું એ માનવ મન નું સહજ સ્વાભાવિક કર્મ છે, પછી તર્ક વિતર્ક કરવા એ બૌધ્ધિક કર્મ છે. ઋણ મન આપણી છઠ્ઠી ઈન્દ્રિય છે .જે સૂક્ષ્માતિસૂક્ષ્મ છે,
એના દ્વારા જ સંકલ્પ વિકલ્પ થાય છે. એ જ કલ્પના શક્તિ છે. જેને વિચાર શક્તિ કહી શકાય.
આ વિચાર શક્તિ નો સર્જનાત્મક કે વિધ્વંસ ઉપયોગ કરવો તમારા હાથમાં છે. જીંદગીમાં આનંદ હોવો સ્વભાવિક છે, પરંતુ આપણે મનમાં સુખદુઃખ સંગ્રહ કરી બેસી ગયા . આપણે સમજીએ છીએ કે
કોઈ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને સુખ આપશે અને તે માટે આપણે મન બુધ્ધિ ઈન્દ્રિયો ને દ્રઢ નિશ્ચય થી કામે લગાડી દઈએ છે.પરંતુ દરેક વખતે આપણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. એટલે પ્રતિકૂળતા હટાવવા માં નિષ્ફળતા મળી એટલે દુઃખી અને અનુકુળતા માં સુખી થઈએ છે.
મન માં એ અનુકૂળ પ્રતિકૂળ નું નાટક નિરંતર ચાલ્યા કરે છે. તમારા હકારાત્મક કે નકારાત્મક વિચારો જ તેને પ્રભાવિત કરે છે. વિચાર શક્તિ એ
મહાન છે. એ ચૈતન્ય મય આત્માનું જ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સ્વરૂપ માં હોવું છે. તમે સ્થિરતા મેળવો, મન ની ચંચળતા ના સ્વભાવ ને કાબુ માં રાખો તો તમને અણધારી સફળતા મળી જશે. એ તમારા હાથમાં છે.
તમારું વ્યક્તિત્વ એ તમારા જ વિચાર નું પરિણામ છે.તમારા કર્મો ક્રિયમાણ કે પ્રારબ્ધ એ તમારા હાથમાં છે ,એ તમારા જ વિચાર ના પરિણામો છે.
એનું તમારે ફળ સારું નરસું ભોગવી ને મુક્ત થવાય છે. આમ વિચારવા નું કર્મ તમારા ચારિત્ર્ય ઘડતર માં મહત્વ ધરાવે છે.
માટે સદવિચાર કરી સદ્ કર્મો દ્વારા પ્રતિકૂળતા હટાવી ને જીવન ની મજા લો. આનંદ પૂર્વક જીવો.
માનવદેહ એ ઈશ્વર નું સર્વોત્તમ સર્જન છે. તે મન ની શક્તિ દ્વારા જ સંસાર માં બંધન કે આત્મા વિચાર દ્વારા મુક્તિ પામે છે. અસ્તુ.