દાસીજીવણ સાહેબની વાંણી...૩૯
🌱🌱🌱🌱🌱🌱🌱
મારા સમ છે મીઠાજી પધારો ને મોહોલ માંઇ
તમ સાથે સનેડો કરતા ડરું નહી દિલમાં તુંઇ તુંઇ
થનારી હોય તે મર થાય
મારા....
રાજ વિનાનું ઘડી નથી રહેવાતું તુંઇ તુંઇ
અમ થકી ડગ ન દેવાય
મારા...
વ્રેહના દર્દમાં વ્યાકુળ થઈ છું તુંઇ તુંઇ
અધઘડી અળગું ન રેવાય
મારા....
દાસીજીવણ સત ભીમના ચરણા તુંઇ તુંઇ
પ્રીતમ પ્રેમના રસ પાય
મારા....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻