Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉એક મસાલ તારી મિત્રતાની👈

જીવનમાં અનેક પડાવ આવ્યા અને અનેક ઠોકર ખાધી . જ્યારે જ્યારે હું લથડીયો છું , નિરાશ થયો છું , બેચેની અનુભવી છે , દિલમાં વેદનાની જ્વાળા ભયંકર બની . ત્યારે ત્યારે તમે મારી સાથે હતા .

જીવનમાં એક સંબંધ હોઈ છે જેને નામ ક્યારેય નથી આપી શક્યા આપણે . એ પણ જ્યારે ફેસબૂક જેવી અજાણી અને અવિશ્વાસી ભોમકા પર મળી આવે . ત્યારે ઝુકરનો આભાર માનવો રહ્યો . હા , આ ધરતી સાક્ષી રહી છે એક પવિત્ર સંબંધની . બે આત્માના બંધનની . ભરપૂર લાગણીની અને નિસ્વાર્થ પ્રેમની .

હા , કલમ તો મારી પાસે હતી જ અને આગ પણ હતી . બસ એમને મને રાહ બતાવી . મારા લખાણને ઘડવાનું કાર્ય એમને કર્યું . લખાણની બાબતમાં ઘણી હેલ્પ કરી . મને ગમતું પુસ્તક મને અર્પિત કર્યું . એક પથ્થરને કંડારી એક બેનમૂન શિલ્પ તૈયાર કર્યું છે એમને .

જ્યારે દુઃખી હોઈ ત્યારે એમના ખોળામાં માથું રાખી સુઈ જતો હોય અને એ મારા માતાની માફક મારા માથા પર હાથ ફેરવી મને કહેતા હોય "જે આવે એનો સામનો કર , તારામાં તાકાત છે એ પરિબળ સામે લડવાની" આવો જ્યારે અહેસાસ થાય ત્યારે હું તમામ સ્થિતિ સામે લડી આજે અહીં પહોંચ્યો હોઈ તો માત્રને માત્ર એમના કારણે છું અહીં .

એમનામાં એક પોઝિટિવિટી રહી છે . દરેક સમસ્યાનો પહેલા હકારાત્મક રીતે જ વિચારે છે . એનું સેસોફ હ્યુમર પણ ખૂબ છે . માણસને પહેલી નજરે ઓળખી જાય છે . એમનો રચનાત્મ ગુસ્સો જે મને દિશા આપતો રહે છે .

મળ્યા નથી કે ક્યારે મળશું એ પણ કુદરત જાણે છતાં આટલો ગાઢ સંબંધ જેને કોઈ જ નામ આપવું કે લોગો લગાવો વ્યર્થ છે . મારા જીવનના મારા પોતાના પાત્રને પણ જલન થતી એવું આ પાત્ર . જે મારા જીવનની સૌથી ઉત્તમ પાત્ર છે મારા બા - બાપુજી પછી .

હું એ મુસાફર રહ્યો છું કે અનેક ઠોકર ખાઈ હું એમને પાસે જાઉં અને એક વિસામા રૂપી એ ઉભા જ હોઈ છે . જીવનનો થાક ત્યાં ઉતરી જાય છે . ક્યારેય ઉંમરનો લિહાજ મને નથી થયો . એક જ માણસમાં આટલી ખૂબી અને આટલી વિશેષતા એ જોઈ ને જ હું હતપ્રત થઈ જવું છું .

ખૈર , ક્યારેય કોઈ આત્મિયતાથી બંધાયેલ સંબંધ ને શબ્દોમાં ઉતારી શકાતા નથી અને એવી વ્યર્થ કોશિશ પણ અધૂરું લખાણ હોઈ છે . જેમને ક્યારેય પૂર્ણવિરામ કે અલ્પવિરામ હોતું નથી . એ અનંત છે અગાધ છે , અવિરત છે , એ જ ઉચ્ચતમ છે , એક સંબંધ ની પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી ચુક્યા . જીવનમાં જો આવા સંબંધ ની ફક્ત ઝલક મળે તો માણી લેજો . કોઈ નશીબદરને જ આવા પાત્ર મળતા હોય છે .

✍️મનોજ સંતોકી માનસ✍️

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111635250
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now