અસ્તિત્વની લડાઈમાં
અસ્તિત્વ
ડામાડોળ છે.
હું બોલવા મોઢું ખોલું એ પહેલાં
એ લોકો મારી જીભ ખેંચી પાડે છે.
હું એમના અત્યાચાર વીશે વિચારુ
એ સાથે શરીર લકવાગ્રસ્ત બની જાય છે.
ઘરની બહાર કુહાડી લઈને ઉભેલા
કઠીયારાને જોઈ,
મેં વૃક્ષો વાવવાનું છોડી દિધુ છે.
એવું બને આવતી કાલે
એ એક સર્ટિફિકેટ લઈને જન્મે
અને આખા જંગલ ની લિલામી બોલાય..
-અતીત