બાળગીત -રૂડા રૂપાળા સસલાભાઈ
🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇
રૂડા રૂપાળા દેખાય,
સસલાભાઈ રૂડા રૂપાળા.
લાગે છે ખૂબ ધોળા ધોળા,
નાજુક નમણા ને પોચા પોચા.
જાણે રૂના ઢગલા જેવા,
સસ્સા રાણા રૂડા રૂપાળા.
સસલાભાઈ રૂડા રૂપાળા.
કાન છે એના મોટા મોટા,
રાખે છે હંમેશાં ઊંચા ઊંચા.
લાલ લાલ છે એની આંખો,
જાણે ચમકે છે મોતી દાણા.
લાગે છે સૌને વ્હાલા વ્હાલા,
છબીલા રૂડા રૂપાળા.
સસલાભાઈ રૂડા રૂપાળા.
વનવગડામાં એ રહેતા,
સદાયે આનંદે ફરતા
લીલું લીલું ઘાસ એ ખાતા,
મારા ખેતરમાં એ આવતા.
કૂણાં કૂણા ઘઉં એ ચરતા,
છોગાળા રૂડા રૂપાળા.
સસલાભાઈ રૂડા રૂપાળા.
'સહજ'
હેડટીચર પ્રા.શા.ગુંથલી,તા.બાલાસિનોર
🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇