Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🚩 જય અલખધણી
રાજ અમરસંગની વાણી
🌻🌻🌻🌻🌻🌻🌻

અરે અરજણ બીજરે થાવરનો
દિન તો ભલો રે હો જી
આવતા સંતોના લઈએ વારણા હો જી

અરજણ ધરમ કરો તો ધણીને ઓળખો હો જી
દો દિન ગોકુળમાં વાસા હાં
અલખ વધાવો સાચે મોતીએ હો જી

અરજણ કેળે રે કાંટાનો સંગ તો કર્યો
કાંટો કેળ ને ખાય રે
નુગરા માણસને પરમોદતા રે
પત પોતાની જાય

અરજણ કાયાનો ગર્વ નવ કિજીએ
કાયા કાલ પડી જાશે
હંસો રાજા ચાલી ગયો.માટી કામ નહીં આવે

અરજણ નુગરા માણસને મોઢે વિષ તો ઝરે
જાણે ઝેરના પ્યાલા હો જી

અરજણ માતા કુંતી ને સીતા દ્રૌપદી
ચોથા તારામતી રાણી રે
સતીનો ધર્મ સોહામણો,બેઠા દેવને દ્વાર રે

અરજણ સીધે સીધે મારગડે ચાલજો રે
રાજ અમરસંગ બોલિયા હોજી સઘળો મંડપ માલો
ધરમ કરો તો ધણીને ઓળખો હો જી

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Gujarati Religious by બાબા સત્સંગી : 111629307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now