🌻
કે'વું !
આ પૃથ્વીનું પાણી બાળે એ કે'વું સ્વસ્થ છે!
'જળ એ જીવન' થાવા-કાળે,એ કે'વું સ્વસ્થ છે!
કોળાયેલું કોમળ તરણું હરણાંમાં ધારે શું?
ફેલાયેલાં કાંટાંળા માળે એ કે'વું સ્વસ્થ છે!
માંદા પડતાં વૃક્ષો, ત્યારે સમજી લ્યો બરબાદી
મોસમ બગડી છે લીલી ડાળે એ કે'વું સ્વસ્થ છે!
ખોટી માન્યતાંઓમાં સૌ મુંકાણાં ને વાણી
શબ્દો સરખાં ગોખે ને ગાળે એ કે'વું સ્વસ્થ છે!
કાંચી માટીનાં લીધાં પીંડાં, ખાંડા કરવાં
આડાં પર્વત ઢાળે ને ઢાળે એ કે'વું સ્વસ્થ છે
જાગૃતિ મારુ "જાગુ"
તા.૧૬/૧૨/૨૦૨૦ બુધવાર