છે ગુલાબી સૌ યાદ,
જીવું છું હું હર પળ;
બસ! તારી સાથે!!
છે મીઠી મધુરી સૌ વાત,
કરૂં છું હું હર પળ;
બસ! તારી સાથે!!
છે સુખથી ભર્યા સૌ દિન,
જીવું છું હું હર પળ;
બસ! તારી સાથે!!
છે સુકુન ભરેલી સૌ રાત,
વિતાવું છું હું હર પળ;
બસ! તારી સાથે!!
છે વિતાવવી સૌ ક્ષણ,
બચી છે મુજ સંગ;
બસ! તારી સાથે!!
બસ! તારી જ સાથે!!
©- ખ્યાતિ સોની "લાડુ"