Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે પડેલા *અમીછાંટણા* પર રચના
💦💦💦💦💦💦💦💦💦
લાશો જોઈ ઈશ્વર રડતો લાગે છે,
તેથી આ વરસાદ વરસતો લાગે છે.

ખેડૂતના ખેતરનો પાક થયો છે નષ્ટ,
મહેનત પર પાણી ફેરવતો લાગે છે.

સંબંધોની આજ કસોટી થઈ સાચી,
સરવાળો એ ખોટો પડતો લાગે છે.

દુનિયા આખી ફરતા થાક્યો તેથી તો,
ઘરમાં માણસ ગોકુળ ફરતો લાગે છે.

જેમ દબાવી સ્પ્રિંગ એટલી ઉછળી છે,
વનમાં જાણે રણ વિસ્તરતો લાગે છે.

હાથ રમકડું થાકી ગ્યું રમતાય હવે,
બંધ બારણે બાળક બળતો લાગે છે.

"એ" જ મહામારી ને રોકી શકશે હોં,
વૃધ્ધ ઓટલે રોજ બબડતો લાગે છે.

આતમદીપક એણે પ્રગટાવ્યા'તા પણ,
આજે ના એ ક્યાંય ધબકતો લાગે છે
💦 💦 💦 💦 💦 💦 💦
*દીપકસિંહ સોલંકી "દીપ"

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111624854
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now