🌻
બનાવટ
અહીં આગળ ખબર, આગળ કહે આવો લખાવીને
છપાતી પ્રેમની કોલમ અહીં નાણાં લગાવીને!
કહે સીધી મળેલી પાનખર,જુંઓ ગઝલ ડાળે
નહીં માળો નહીં આકાર આ મોસમ મનાવીને
રહું છું અંજવાળે મૌન ,રાહી રાતનાં આરે
વિરહ અંધાર રાખે,આંખ જાણીલે-જણાવીને
કહી દેજે હવા છું વૃક્ષનો અવતાર મજધારે
નસલ વટવૃક્ષની છાયા ભળી કાગળ વધાવીને !
ન સમજી વેદનાં-વ્યથા જ હોવાની નજર એથી
થશે રણ મારગે કાંટાં જ મર્યાદા
વટાવીને
બધાં વર્ષો હવે એવા જ સૌરભ! ફૂલની વેચી..
અપાવી ડાળ, જુંદી જાતનાં કાંટાં સજાવીને
જાગૃતિ મારુ "જાગુ"
તા.૦૭/૧૨/૨૦૨૦ સોમવાર