Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ : --- પુનર્મિલનની આશ વધે છે ....
કવિ : --- શ્રી કિશોર જિકાદરા ગાંધીનગર.

સાંજ ઢળે તો સંધ્યા સાથે પુનર્મિલનની આશ વધે છે ,
ના સમજાયું ? શા કારણથી સૂરજની લાલાશ વધે છે !

સૂરજનો મેં ફોટો પાડી , ખીંટી માથે ટિંગાડ્યો છે ,
જોવું છે કે મારા ઘરમાં એ રીતે અજવાસ વધે છે ?

આંખો ભીની કેમ રહે છે , સાથે અમને એય કહો કે -
કોનું સપનું આવે ત્યારે આંખોમાં ભીનાશ વધે છે !

પડખે બેસી સમજાવ્યું ' તું , દૂર વધારે ના થશો ભૈ !
અંતર બે હૈયાંની વચ્ચે , તેમ છતાં બિન્દાસ વધે છે !

પીવાથી ના ધરવ થયો તો છેતરપિંડી ધ્યાને આવી ,
ક્યાંય લખેલું ના જોયું કે આ પીણાથી પ્યાસ વધે છે !

માણસમાંથી માણસને હું બાદ કરું તો કાંઈ વધે નૈ !
બલકે આવો પ્રશ્ન કરો તો ખાલીપીલી ત્રાસ વધે છે !

સંકેતો હું પામી ગ્યો છું , તૈયારીમાં રહેવું પડશે ,
વૈદ્ય - હકીમો કેમ વદ્યા કે પરપોટાનો વ્યાસ વધે છે !

-- કિશોર જિકાદરા

Gujarati Poem by Rinku Panchal : 111622018
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now