Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ : --- એક ઇચ્છાના નગરમા રાતવાસો કરવો છે ....
કવિ : --- શ્રી નરેશ કે. ડોડીયા

એક ઈચ્છાના નગરમાં રાતવાસો કરવો છે,
એક કીસ્સો ત્યાં ફરી મારેય તાજો કરવો છે.

એક સાથે ના મળ્યું એવા સમયનાં દાવમાં,
સાથમાં તું હો એવા ગાળાને પાછો કરવો છે.

જિંદગીભર હું તરસનાં દેશમાં ફરતો રહ્યો,
એ નદીના દેશમાં લાંબો વિસામો કરવો છે.

જિંદગી છે કે પળૉજણ કોઇને સમજાય ક્યાં?
જીવડાને સ્પર્શ તારો દઇ મજાનો કરવો છે.

શાંત ઝરણા જેવી ખામોશી મને જચતી નથી,
કાંકરી ફેકી હ્રદયમાં તારા ચાળૉ કરવો છે.

આંખ બીડું ત્યા જ સપનામા તું આવી જાય છે,
તું સતત સામે હો એવો પાથ પાકો કરવો છે.

એક ટહુકો સાચવીને રાખવો છે કાયમી,
તારા દિલના ટોડલામાં એક માળૉ કરવો છે.

તું “મહોતરમાં” જે કહેશે માનવા તૈયાર છું,
પ્યારની સાથે હુકમ દેવાનો ધારો કરવો છે.

-નરેશ કે.ડૉડીયા

Gujarati Poem by Rinku Panchal : 111622015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now