પરણવા જતાં ચાલતી વખતે ગવાતું લોકગીત
ધીમા ધીમા સાલો ઉદેપુર જઇએ વીરા 2
સેલક લાડી લેવા ઉદેપુર જઇએ વીરા 2
ધીમા ધીમા સાલો ઉદેપુર જઇએ વીરા 2
ઘયડી લાડી લેવા ઉદેપુર જઇએ વીરા 2
ધીમા ધીમા સાલો ઉદેપુર જઇએ વીરા
ઘયડી રાંડને લેવા ઉદેપુર જઇએ વીરા 2
ધીમા ધીમા સાલો ઉદેપુર જઇએ વીરા 2
સટકસુંગાળી લેવા ઉદેપુર જઇએ વીરા 2
ધીમા ધીમા સાલો ઉદેપુર જઇએ વીરા 2
કાળી ડાબરી લેવા ઉદેપુર જઇએ વીરા 2
ધીમા ધીમા સાલો ઉદેપુર જઇએ વીરા 2
ગોરી લાડી લેવા ઉદેપુર જઇએ વીરા 2
ધીમા ધીમા સાલો ઉદેપુર જઇએ વીરા 2
-અર્જુનસિંહ પારગી