Gujarati Quote in Poem by Jaya.Jani.Talaja."jiya"

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હાવે ભરાશે".
➖️➖️➖️➖️➖️➖️

પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હવે ભરાશે.
અશ્રુને સરેઆમ -
એ પ્રશ્ન પુછાશે ?
કોના નામે વહ્યાં ?
ફરેબનાં નામે વહ્યાં.
કે વફામાં સર્યાં. !! !!
પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હવે ભરાશે..........

પરસેવો ઓઢી પરિશ્રમીઓ ઉભા.
કાપડનાં તાકાને તર્ક તે કરાશે ? ?
રક્તથી ખરડાયેલાં લાખો જીવો,
શું તમારાથી શણગારાશે ??
પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હવે ભરાશે..............

પવન ને ફાકતો ભિખારી ધરા પર,
આમ જ ભટકશે ક્યાં સુધી ??
પ્રશ્ન એ હવે એરકન્ડિશન ને કરાશે.
પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હવે ભરાશે..............

કુવારી કન્યાની કીકીએ,
કરી આત્મહત્યા.
એ ગુત્થી માતા-પિતાની,
બુદ્ધિમા ન આવી.
કેમ થયો વિલંબ,વિદાય કરવા કન્યાને ?
એ પ્રશ્ન પેઢીને હવે પુછાશે ?
પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હવે ભરાશે..............

પુરુષોના બધા અધિકારો..
સ્ત્રીની બધી ફરજો...
આ ગોઠવણીની જોગવાઈ,-
કોના થી ગોઠવાઈ ??
હળહળતો પ્રશ્ન દરેક,
સમાજ ને પુછાશે ?
પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હવે ભરાશે.............

મોહ માં રહેલી"માં"ને,પુત્ર મોહ નો
પ્રશ્ન પણ હવે પૂછાશે...!! !!
સ્ત્રી થઈને,સ્ત્રી અસ્તિત્વનો,
નાશ થયો.તારા હાથે.
દીકરા-દીકરીનાં અસંતુલન નો પ્રશ્ન,
લાખો વાર"માં"ને હવે પુછાશે ? ? ?
પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હવે ભરાશે..............

થરથરતી જાંઘે જાયાને જન્મ દીધો.
એ કાળજાયે બૂઢાપાને ધક્કો દીધો.
કુરતાની કરવત કન્યા પર યુગોથી ફરતી રહી.
દીકરી,પત્ની,"માં"નારીનાં રૂપ ચક્રમાં પીસાયાં શાં '?
સમાજ ને,સવાલ આ, હવે પુછાશે ??
પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હવે ભરાશે............

ત્યકતા,વિધવા,અનાથ,અસહાય.
બાળકી,બુઢી,કેદી કુવારી કન્યા ની,
અશ્રુ ની પુકાર ગુંજશે આજ,-
પાંપણની અદાલતમાં--

પાંપણનાં પ્રાંગણમાં
અદાલત હવે ભરાશે...........

સ્ત્રીનાં નામ નો ચોપડો,
ટેબલ પર,હવે મુકાશે ??
ન્યાય-અન્યાય નો ચુકાદો હવે થશે.
વર્ષો જૂની વેદના,બોલશે આજ.-
પાંપણની અદાલતમાં--

પાંપણનાં પ્રાંગણમાં,
અદાલત હવે ભરાશે.............

✍️જયા.જાની.તળાજા. "જીયા"

Gujarati Poem by Jaya.Jani.Talaja.
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now